| વ્યતિકરણ ભાત | વિવર્તન ભાત |
| $(1)$ તે અલગ-અલગ સુસંબદ્ધ ઉદગમોમાંથી આવતા તરંગોના સંપાતપણાને કારણે મળે છે. આમ,તે અલગ-અલગ તરંગ અગ્રોના સંપાતપણાને કારણે ઉદ્ભવતી અસર છે. | $(1)$ તે એક જ તરંગ અગ્રના અલગ-અલગ ભાગોમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતપણાને કારણે મળે છે. |
| $(2)$ પ્રકાશિત અને અપ્રકાશિત વ્યતિકરણ શલાકાઓ સમાન પહોળાઈની હોય છે. | $(2)$ વિવર્તન શલાકાઓ સમાન પહોળાઈની હોતી નથી. મધ્યસ્થ અધિકતમ સૌથી વધુ પહોળાઈ ધરાવે છે,જ્યારે ઉચ્ચ ક્રમના વિવર્તન માટે અધિકતમ અને ન્યૂનતમની પહોળાઈ ઘટતી જાય છે. |
| $(3)$ બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા સમાન હોય છે. | $(3)$ મધ્યસ્થ અધિકતમ સૌથી વધુ તીવ્રતા ધરાવે છે અને ઉચ્ચ ક્રમના વિવર્તન અધિકતમ સાથે તે ઘટતી જાય છે. |
| $(4)$ અપ્રકાશિત વ્યતિકરણ શલાકાઓ સંપૂર્ણપણે અંધકારમય હોય છે. | $(4)$ ન્યૂનતમ તીવ્રતાવાળા વિસ્તારો સંપૂર્ણપણે અંધકારમય ન પણ હોય. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo